અમારા વહાલા બાપુજી

પોરબંદર,તા.૫

અન્નપૂર્ણા માતાજી લોકોના જઠરાગ્નિ ઠરાવતા હોય તેવું માનવામાં આવે છે અને ભુખ્યાને અન્ન આપીને તેને સંતોષ થાય છે ત્યારે ગાંધીભૂમિ પોરબંદરમાં ૮૨ વર્ષના વૃધ્ધ અન્નપૂર્ણાની અનોખી ભૂમિકા છેલ્લા ૨૫ વર્ષથી ભજવી રહ્યાં છે.

વાત જાણે એમ છે કે પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં આવતા ગરીબ દર્દી૩ઓને અઢી દાયકાથી પોતાના હાથેથી જ રોટલા ઘડીને જમાડતા રસીકભાઈ ગોરધનદાસ રાયચુરા ઉર્ફે રસીકબાપા રોટલાવાળાની સેવાનો લાભ અત્યાર સુધીમાં ૧૦ લાખ જેટલા લોકો લઈ ચુકયા છે. તા.૨૫.૪.૧૯૮૭થી તેમણે સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ તથા તેના સગાવ્હાલાઓને ભોજન શોધવા જવું પડે નહી તે માટે હોસ્પિટલની અંદર જ સવાર સાંજ બંને ટાઈમ ભોજન પુરૃ પાડવાનો મહાયજ્ઞા આરંભ્યો હતો.
રસીકબાપા દરરોજ સવારે સાડાત્રણ વાગ્યે ઉઠી જાય છે અને ૮૨ વર્ષની ઉંમરે પ ણ દોઢ કલાક ચોપાટી ઉપર મોર્નિંગવોક કરે છે. ત્યારબાદ સરકારી હોસ્પિટલની સામેના કવાર્ટરને જ નિવાસસ્થાન બનાવીને રહેતા આ સજ્જન રસોઈ બનાવવાની શરૃઆત કરી દે છે. સવારે ૧૦.૩૦ થી ૧૨.૩૦ સુધી હોસ્પિટલની અંદર જ તૈયાર થયેલી રસોઈ લાવીને દર ્દીઓને પોતાના હાથેથી જ જેટલી માત્રામાં ભોજન જોતું હોય તેટલી માત્રામાં આપે છે. તેમના આ યજ્ઞ માં આહુતિ આપવા અનેક કાર્યકરો પણ જોડાયા છે. રસીકબાપાના મુંબઈ રહેતા ત્રણ પુત્રો પણ આર્થિક રીતે મદદ કરતા રહે છે. દરરોજ બપોરે ૫૦થી ૭૫ અને સાંજે ૪૦થી ૫૦ મળી અંદાજે ૧૦૦થી ૧૨૫ લોકોને ભોજન પુરૃં પાડવામાં આવે છે.

નોંધ :-
કોઈ લોભ લાલચ કે દ્રવ્ય સહાય ની આશા થી આ પોસ્ટ મેં નથી મૂકી .કોઈ પણ જાત ની ગેર સમજ ન કરવા વિનંતી.
ફક્ત અમારા બાપુજી પ્રત્યે ના પ્રેમ અને ગૌરવે આ પોસ્ટ મુકવા વિવશ બનાવી છે અને તે જ પ્રેમ અને ગૌરવ આપ સર્વે મિત્રો ની સાથે શેર કરવા ચાહું છું.

One Reply to “અમારા વહાલા બાપુજી”

Leave a Reply