સામગ્રી :- મેંદો – ૧ કપ ,ઘી – ૧ કપ ,ખાંડ – ૪ કપ , દૂધ -૧ કપ મલાઈ સાથે ,એલચી પાવડર – ચપટી ,બદામ પીસ્તા ની કતરણ – ૧ ચમચી , ફૂડ કલર અથવા કેસર જરૂર પ્રમાણે .(એસન્સ જો ગમે તો ) ૨-૩ ટીપા .
રીત :- સૌ પ્રથમ મેંદા ને ઘી માં ૨-૩ મીનીટ માટે ધીમા તાપે શેકો .પછી તેમાં દૂધ ,ખાંડ અને કેસર ઓગાળેલું નાંખી હલાવતા રહો.તાપ મીડીયમ રાખવો .ચોસલા પડે એવું ઘટ્ટ થાય પછી ગેસ બંધ કરી એસન્સ નાંખી મિક્સ કરી થાળી ઉપર પ્લાસ્ટિક પેપર રાખી એના પર માવો રાખી પાતળું વણી લો .ઉપર બદામ પીસ્તા ની કતરણ તથા એલચી પાવડર ભભરાવો. ચોરસ આકાર આપવો હોય તો ચારે બાજુ થી કાપી ને આકાર આપો . સૌ નો મનભાવન આઈસ હલવો તૈયાર .
બીજી રીત :- દૂધ , ખાંડ ઘી અને મેંદો બધું એક કડાઈ માં સારી રીતે મિક્સ કરી ગેસ ઉપર મુકો .બાકી ની રીત ઉપર મુજબ .
ફૂડ કલર હેલ્થ માટે સારો નથી એટલે બને ત્યાં સુધી ઉપયોગ કરવાનું ટાળવું .કેસર વાપરવા થી સ્વાદ ,સોડમ અને કલર બધું જ મળશે .
Comments
2 responses to “આઈસ હલવો ( મુંબઈ નો હલવો )”
આઇશ હલવાની રેસિપી ખૂબજ સરળ વાંચવામાં લાગે છે, શું આટલી સરળતાથી આઇશ હળવો બનાવી શકાશે કે ? કેટલો સમય અને ક્યા તાપથી શેકવો ? કલરનો ઉપયોગ કરવો કે નહી ? વગેરે થોડી વધુ માહિતી આપી હોત તો સરળતા વધુ રહેત. .. છતાં સુંદર રેસિપી મૂકવા બદલ ધન્યવાદ …!
મે આ રેસીપી ઘરે બનાવ્યા પછી જ બ્લોગ માં મૂકી છે .ફૂડ કલર હેલ્થ માટે સારો નથી એવું હું માનું છું એટલે બને ત્યાં સુધી કલર નો ઉપયોગ ન કરીએ તો સારું .કેસર થી સારો કલર અને સ્વાદ અને સુગંધ બધું મળે એટલે એ વાપરીએ તો ઉત્તમ.સુગંધી માટે એસન્સ જરૂર વાપરી શકાય .મેંદા ને ગંઠા ન પડે એ માટે જ ૨-૩ મીનીટ ધીમા તાપે શેકવો .મેંદો શેકવા ના બદલે ચારે સામગ્રી એક કડાઈ માં ભેગી કરી બરાબર મિક્સ કરી ગેસ પર મૂકી ને પણ બનાવી શકાય .સજેશન બદલ આભાર .જય શ્રી કૃષ્ણ .
You must log in to post a comment.