આભાર કોનો માનું ?

આભાર કોનો માનું ?

ઈશ્વર નો કે માતા પિતા નો ?

એકે જીવન આપ્યું ને એકે જીવતા શીખવાડ્યું .

એકે ચરણ આપ્યા ને એકે ચાલતા શીખવાડ્યું .

એકે ઊંઘ આપી ને એકે હાલરડા ગાઈ ઉંઘાડ્યો.

એકે ભુખ આપી ને એકે વહાલ કરી જમાડ્યો .

એકે વાચા આપી તો એકે બોલતા શીખવાડ્યું .

એકે જન્મજાત સંસ્કાર આપ્યા ને એકે જીવન માં સુસંસ્કારો નુ સિંચન કર્યું .

આભાર નિત્ય બન્ને નો માનું .

એક છે શ્વાસ તો એક છે શ્વાસ ના પ્રણેતા .

એક થકી અસ્તિત્વ છે તો એક થકી અસ્તિત્વ ની ઓળખાણ છે .

!!માતૃ દેવો ભવ : ,પિતૃ દેવો ભવ !

!!જય જગત નિયંતા સ્વામી ની !!

 

 

 

 

Leave a Reply