આભ

આભ માફક સાવ ખાલી ને ભરેલો,
એટલે ચારેતરફ હું વિસ્તરેલો .
એક પળનુંયે તમે મોડું કરો ના,
આવશે આગળ હવે એનો જ ડેલો .
મખમલી એ વાદળી વરસી જ સમજો,
લ્યો, ગહેકે મોર મનમાં ચીતરેલો .
આજ કાગળ લાવશે ભીની હવાઓ,
ને પછી જો જામશે એનો ઝમેલો .
તું મને શોધી શકે તો શોધજે પણ,
હું તરજમાં સૂર થઈને ઓંગળેલો .


Posted

in

by

Tags:

Comments

Leave a Reply