કોપરા ના લાડુ
સામગ્રી : – ૧ કપ સુકા કોપરા નું ખમણ , ૨ થી ૩ ટે સ્પુન બુરું ખાંડ , ચપટી ઈલાયચી નો પાવડર , ૨ ટી સ્પુન દૂધ અને રોઝ એસન્સ ૨ થી ૩ ટીપા . સજાવટ માટે ગુલાબ ની પાંદડી .
રીત : – સો પ્રથમ એક બાઉલ માં કોપરા નું ખમણ , બુરું ખાંડ અને દૂધ મિક્ષ્ કરો . પછી તેમાં ઈલાયચી નો પાવડર અને રોઝ એસન્સ ના ૨ થી ૩ ટીપા નાંખી ઘી વાળો હાથ કરી નાનાનાના લાડુ વાળો .ગુલાબ ની પાંદડી થી સજાવો .થોડી વાર માટે ફ્રીઝ માં મુકો . સુકામેવા નો ઉપયોગ પણ કરી શકાય . સુકામેવા નો પાવડર કરી અંદર પણ નાંખી શકાય અને ઉપર સજાવટ પણ કરી શકાય . અચાનક ગેસ્ટ આવે ત્યારે તરત જ બનાવી પીરસી શકાય . ચોકલેટ ચીપ્સ થી પણ સજાવી શકાય .
You must log in to post a comment.