એક સામાન્ય માણસ ની વિવશતા

 

એક ગામડાના માણસને અકસ્માત થયો .
 અકસ્માત ભયંકર હતો .
તેનો એક પગ ભાંગી ગયો .
કોર્ટમાં કેસ દાખલ થયો .
વકીલે  પોતાના અસીલને તૈયાર કર્યો .
ઘણી દલીલો થઈ .
એકબીજાના વકીલોએ દલીલો કરી .
છેલ્લે દિવસે અકસ્માત થયેલા માણસને ન્યાયાધીશે પૂછ્યું : ` કાકા, અકસ્માત થયા પછી તમે ચાલી શકો છો કે કેમ ?’
થોડો સમય મૌન રહી કાકા બોલ્યા : `સાહેબ, હું ચાલી શકું છુ અને નથી પણ ચાલી શકતો !’
કાકાનો જવાબ સાભળી ન્યાયાધીશને પરમ આશ્ચર્ય થયું . તેમણે પૂછ્યું  : ` એ કેવી રીતે બને ? બંને બાબતો એક સાથે કેવી રીતે શક્ય બને ?’
પેલા કાકાએ સ્પષ્ટતા કરતાં કહ્યુ : ` જુઓં સાહેબ, સાચું કહું …… ? મારા ડોક્ટર કહે છે કે હું ચાલી શકું છુ અને મારા વકીલ કહે છે કે હું ચાલી શકતો નથી !’
તે સાભળી ગંભીર બાબત હોવા છતા ન્યાયાધીશ હસી પડ્યા !
ભોળા ગણાતા – લાગતા આ માણસે કહેવાતા કેટલાક ડોક્ટરો અને વકીલોની પોલપોલ ઉઘાડી પાડી દીધી !

Posted

in

by

Tags:

Comments

Leave a Reply

%d bloggers like this: