કયારેક એવું પણ બને .-માયા રાયચુરા

ક્યારેક એવું પણ બને ,કે રણ ને મીઠું ઝરણ મળે ,

ક્યારેક એવું પણ બને કે ,સ્વપ્ન ના વાવેતર મળે ,

ક્યારેક એવું પણ બને કે ,જળ મહી માછલી તરફડે ,

કયારેક એવું પણ બને કે ,તણખલું ડુબે ને  પત્થર તરે,

ક્યારેક એવું પણ બને કે ,ઘણું કહેવું હોય પણ શબ્દ ના મળે ,

ક્યારેક એવું પણ બને કે ,લાગણી ને વાચા ફૂટે ને સુંદર ગઝલ મળે .

માયા રાયચુરા .

Leave a Reply