કાં નજર ફેરવી લે સહુ

કાં નજર ફેરવી લે છે સહુ , કાં મોં  મચકોડી તરછોડે સહુ ,

કાં મુજ થી  દુર ભાગે સહુ , કાં ગણે મુજને નડતર સહુ ,

પૂછ્યું કોઈક ને કે મારી શું ભૂલ ,બતાવો મુજને તો કરું કબૂલ ,

ઉત્તર માં હસી ને દીધું મુજને દર્પણ ,કહ્યા વગર કાંઈ પણ ,

દર્પણ માં જોઈ ને પ્રતિબિંબ મારું ,છળી ઉઠયું અંતર મારું ,

ચેહરા ઉપર કરચલી ને નિસ્તેજ આંખો ,બોખું મોં ને ધ્રુજતા હાથ ,

સફેદ વાળ વૃદ્ધત્વ ની ચાડી ખાય , ટેકા વગર પગ ડગુ મગુ થાય ,

મારા પોતાના એકેય અંગો  જો ન આપે સાથ ,

તો બીજું કોઈ ક્યાંથી પકડે મુજ હાથ ,

ભ્રમ સઘળા ભાંગી ગયા મારા ને ફરિયાદો થઈગઈ દુર ,

સ્વદોષ દર્શન દર્પણ માં કરી ને નીરખી રહી દુર દુર .

માયા રાયચુરા .

Leave a Reply