કિનારાના ઉછળતા મોજા જોઈ ડર લાગે છે,

કિનારાના ઉછળતા મોજા જોઈ ડર લાગે છે,

મઝધારે જોઉં તો દરિયો ઘણો શાંત લાગે છે

પડછાયા સાથે વાતોની ભલે તેં ટેવ પાડી છે,

પછી ના કહીશ કે રાતે મને એકાંત લાગે છે.

તારી જેમ એણે પણ કરી દોડધામ લાગે છે,

મૃત્યુ પછી જો નાડીને કેવી નિરાંત લાગે છે.

પર્વતને જોઈ ચઢાવ-ઉતારની યાદ આવે છે,

ફરક છે એ જ કે જીવન મારું નિતાંત લાગે છે.

અનુભવ ચીજ શું એ કૂચાને ખ્યાલ આવે છે,

દર્દીને મન તો અર્ક જીવન-સંક્રાંત  લાગે છે.

ક્ષિતિજ ને શબ્દમાં એક સરખી વાત આવે છે,

નજીક તો જા, જોઈ જો, શું સીમાંત લાગે છે ?

                                            – ર્ડા મુકેશ જોષી

Leave a Reply