કોર્ન ભેળ :- સામગ્રી :-બાફેલા મકાઈ દાણા ૧ કપ ,બાફેલાબટેટા ,ટામેટા અને કાંદા બારીક સમાંરેલા ત્રણે વસ્તુ મળી ને ૧ કપ ,ખારી સીંગ ફોતરા વગર ની ૧ /૪ કપ ,ચણાનીદાળ તળેલી મસાલા વાળી ૪ ચમચી , જાડી સેવ ૪ ચમચી , સેવપુરી ની પુરી ના ટુકડા ૧/૨ કપ સંચળ પાવડર ચપટી ,લાલ મરચું પાવડર ૧ નાની ચમચી ,લીંબુ અને ખજુર ,આંબલી ની ચટણી .
રીત :- સૌ પ્રથમ મકાઈ ના દાણા ને મીઠું નાખી બાફી લેવા .બફાઈ જાય પછી થોડીવાર તે પાણી માં જ રાખવા અને પછી ચારણી માં નાખી કોરા કરવા .ખજુર આંબલી ને બાફી ગોળ મેળવી જીરું ,લાલ મરચું પાવડર અને સંચળ પાવડર મેળવી પલ્પ જેવી ઘાટી ચટણી તૈયાર કરવી .હવે બધી સામગ્રી મિક્સ કરો .ઉપર થી બારીક કાપેલી કોથમીર છાંટી લીંબુ નીચોવી ભેળ ની મઝા માણો .લીલા તીખા મરચા પણ બારીક કાપી ને નાખી શકાય .
You must log in to post a comment.