ગ્રીન દાળ

ગ્રીન દાળ

સામગ્રી :  ૧ વાટકી  મગ ની ફોતરા વાળી  દાળ ,  પાલક ના  ૫ થી ૬  પાન , સુવા ની ભાજી ૧/૨  કપ , લીલું લસણ  ૨ ચમચી , ટામેટા – ૧ નંગ , લીલી ડુંગળી  પાન સાથે  ૧/૨  કપ  , આદુ મરચા ની પેસ્ટ  ૨ ચમચી , કોથમીર   સજાવટ માટે ,  મીઠું  સ્વાદ  મુજબ , વઘાર માટે  રાઈ  જીરુ  હિંગ  મીઠો લીમડો .

રીત : –  સૌ  પ્રથમ  મગની  દાળ કુકર  માં  પાલક ના પાન  અને  સુવા ની ભાજી  નાંખી બાફી લો .બફાઈ જાય  પછી  એક વાસણ માં  તેલ ગરમ કરી  રાઈ જીરા નો અને હિંગ  નો વઘાર  કરી બાફેલી  દાળ નાંખો  . મીઠો લીમડો  પણ વઘાર માં  નાંખો .  વાટેલા  આદુ મરચા   લસણ , ડુંગળી   મીઠું , ટામેટું   અને  થોડું પાણી નાંખી  દાળ ને  ઉકળવા દો . હળદર  મરચું  , ધાણાજીરું નાંખો .  વધારે  સ્પાયસી   ગમે તો  ૧ ચમચી ગરમ મસાલો  પણ નાંખી શકાય .  લીલા  લસણ ડુંગળી ને બદલે  સુકા  પણ વાપરી શકાય . પીરસતી  વખતે  કોથમીર  નાંખી સર્વ કરો  .રોટી  પરાઠા  કે  રાઈસ  સાથે  ખુબ સરસ  લાગે  છે  .

Leave a Reply