ઘડપણ એક શાપ કે વરદાન ?

કોણે કહ્યું કે ઘડપણ એક અભિશાપ છે ?શું ઘડપણ એટલે નિસાસા નાખી ને દિવસો પુરા કરવાનો સમય? ના , જીવન ની નિવૃત્તિ ના દિવસો ને મજા થી માણવા નો અવસર એટલે ઘડપણ .બધા પૂર્વ ગ્રહો ને કોરાણે  મૂકી દઈ સમવયસ્કો સાથે આનંદ કરવા નો અવસર .આજે અમે એ નજરે જોયું અને ખુબ ગમ્યું .

આજે અમે બોરીવલી વેસ્ટ માં કામ માટે ગયા હતા .કામ પતાવ્યા પછી હું ને મારા પતિ ત્યાં આવેલા વીર સાવરકર ગાર્ડન માં થોડીવાર બેઠા હતા .ત્યાં જુના ગીતો  સંભળાયા એટલે ધ્યાન એ બાજુ ખેંચ્યું  તો કોઈ જોવા માં ન આવ્યું . થોડીવાર રહી ને અમે લટાર મારતા હતા ત્યાં જ મારું ધ્યાન દાદા દાદી પાર્ક માં ગયું તો જે જોયું આહ ! ખુબ ગમ્યું .બધા સીનીયર સીટીઝન હતા .તેઓ એ સાથે મળી ને પ્રોગ્રામ રાખ્યો હતો . દરેક  ની પાસે આઈ કાર્ડ હતું અને વારાફરતી ગીતો ગવાતા હતા .કોઈએ ભજન ગાયું, ‘હાલો રે હાલો તમને દ્વારકા દેખાડું .’તો કોઈએ ફિલ્મી ગીત ગાયું , ‘રુક્જા ઓ જાને વાલી રુક્જા , મેં તો રાહી  તેરી મંઝીલ કા .’ ખુબ હ્રદય સ્પર્શી ગીત મને ખુબ ગમ્યું .જાણે જીન્દગી ની પળો ને માણવા માટે રોકાઈ જા એમ કહેવા નો અહેસાસ થયો .હજુ પણ એમનો કાર્યક્રમ ચાલુ જ હતો પણ અમને વધુ સમય ત્યાં રોકાવા માટે ન હતો  તેથી નીકળવું પડ્યું .પણ ઘરે આવી ને ય મારા મન માં એ અંકલનો અવાજ અને ગીત ના શબ્દો ગુંજતા રહ્યા .કોઈ જાતના ઇન્સ્ટ્રુમેન્ટ  વગર પણ આવો આનંદ ખુલ્લા આકાશ માં હરિયાળી વચ્ચે માણી શકાય છે એની પ્રતીતિ આજે થઇ .હસતા બોલતા નિર્દોષ આનંદ કરતા આ વૃદ્ધો ને જોઈ તેમની જીવન જીવવાની વૃત્તિ અને ખમીર ને વંદન કરવાનું મન થયું .અને તેઓ પાસેથી આજે જે શીખવા મળ્યું તે તો અનમોલ છે કે જીવન ની હર ઘડી ને વેડફી  ન દેતા પ્રભુ પ્રસાદ માની પ્રેમ થી જીવવી જોઈએ .

કોઈએ સાચું જ કહ્યું છે કે ‘ઝિંદાદીલી જીંદગી કા નામ હૈ , મુર્દાદીલ ક્યાં ખાક જીયા કરતે હૈ ?’

Leave a Reply