ચટાકેદાર બટેટી

સામગ્રી :- બટેટી ( બેબી પોટેટો ) – ૨૫૦ ગ્રામ , હળદર -૧/૨ ચમચી , મીઠું -સ્વાદ મુજબ, લાલ મરચું – ૧ ચમચી , ધાણાજીરું -૧ ચમચી , આદુ ,લીલા મરચા અને લસણ ની પેસ્ટ – ૨ ચમચી , ગરમ મસાલો –  ૧ ચમચી , કોથમીર સજાવટ માટે , તેલ – ૨ ચમચી , લીંબુ નો રસ અથવા આમચૂર પાવડર – ૧ ચમચી ,ચપટી હિંગ , ચાટ મસાલો -૧ નાની ચમચી .

રીત :- સૌ પ્રથમ બટેટી ને બાફી લો .પછી એની છાલ ઉતારી ફોર્ક થી કાણા પાડો . હવે એક કડાઈ માં તેલ ગરમ થવા મુકો . તેલ ગરમ થાય એટલે તેમાં ચપટી હિંગ નાંખી આદુ મરચા લસણ ની પેસ્ટ સાંતળો .હવે એમાં બાફેલી બટેટી નાંખો. ઉપર જણાવ્યા પ્રમાણે બધા મસાલા નાંખો . કોથમીર થી સજાવો .ગરમ ગરમ ચટાકેદાર બટેટી ની મજા માણો.

નોંધ :- આ બટેટી ની ઉપર ઝીણા સુધારેલા કાંદા , દહીં ,સેવ ,નાંખી પસંદ ની ચટણી નાંખી આલૂ ચાટ બનાવી શકાય .

2 Replies to “ચટાકેદાર બટેટી”

    1. આ રેસીપી નો સ્વાદ માણ્યા પછી તમારો ઓપિનિયન જરૂર જણાવજો.

      અભાર .જય શ્રી કૃષ્ણ .

Leave a Reply