ચારે તરફથી જ્યારે નિરાધાર હોય છે,- ઓજસ પાલનપુરી

ચારે તરફથી જ્યારે નિરાધાર હોય છે,
માણસ એ વખતે સાચો કલાકાર હોય છે…

દાવો કરીને જે ય કહે છે ‘હું મસ્ત છું’,
પોતાની હદ સુધી તો એ હુશિયાર હોય છે…

તુજથી પુનર્મિલનનું વચન લેવું એટલે,
સાચું કહું તો મોતને પડકાર હોય છે…

દિવાનગીની વાતને સમજી શકે ન જે,
મારી સમજ મુજબ એ સમજદાર હોય છે…

એનો સિતારો એ વિના ચમકી શકે નહીં,
સદ્ ભાગીના નસીબમાં અંધકાર હોય છે…

સમજી શક્યો છું એટલું ‘ઓજસ’ મિલન પછી,
કે વિરહ એ જ પ્રેમનો સૌ સાર હોય છે…

– ‘ઓજસ’ પાલનપુરી

Published by Maya Raichura

Hello, Jai Shree Krishna. I'm Maya Raichura, a housewife staying in Mumbai. I was born in Amdavad and I studied at H.A college of commerce. I like old hindi and gujarati songs, ghazals and movies. Since I was a teenager I liked reading and writing shayaris. My blog is a result of my hobby.

Join the Conversation

1 Comment

%d bloggers like this: