જિંદગી

જન્મ્યા જીવ્યા અને મરી ગયા ,
કહેવાય નહીં એ જિંદગી .
જે કરી ગયા કામ તેની જ,
ગણાય આ જિંદગી .
જે નામ હૈયે  આવતા ,
હરખ અનેરો થાય છે .
તે સંતોના ચરણોમાં
મસ્તક ઝૂકી  જાય છે .
જે માનવીને જગાડવા ,
ખર્ચી રહ્યા છે જીંદગી ની સાહ્યબી .
તેવી જ જીવાય જિંદગી તો ,
જન્મ સફળ થાય છે .
દાસ ઉમેદ ગાય છે .
જીવી જાણજો જિંદગી .
ધરા ઉંપર નામ એના
સદા અમર થઈ જાય છે .

Leave a comment

%d bloggers like this: