જીવતર નુ ગીત

જીવતર સાંઠો શેરડી નો ,વચ માં દુ:ખ ની ગાંઠો રે ,

કદીક હોય મઝધારે ઝૂઝવું ,કદીક મળી જાય કાંઠો રે ,

રાત દિવસ ની રમણાઓ માં અંધારું અજવાળું રે ,

તેજ તિમિર ના તાણાવાણાવસ્ત્રવણ્યું રૂપાળું રે ,

હરી નુ દીધેલ હડસેલી તુંઆમ શીદ ને નાઠો રે ,

જીવતર સાંઠો શેરડી નો વચમાં દુ:ખ ની ગાંઠો રે .

રાજ મારગે ચાલ ભલે પણ ભૂલીશ મા તું કેડી રે ,

ડગલે ડગલે વહાલ કરીને લેશે તુજ ને તેડી રે ,

શુભ અવસર ની જેમ જ લે તું અવસર પોંખી મઠો રે ,

જીવતર સાંઠો શેરડી નો વચ માં દુ:ખ ની ગાંઠો રે .

-લાલજી કાનપરિયા

Leave a Reply