જો જો હોં ! છેતરાતા નહી .

હમણાં થી ‘તમને અમુક રકમ ની લોટરી લાગી છે .’ના ફોન બહુ આવે છે . તમને બીજો ફોન નંબરઆપી  ત્યાં થી ડીટેલ મેળવવા નું કહેવા માં આવે અને તમે તે નંબર ઉપર ફોન કરો એટલે તમને પૂછે કે રૂપિયા કેશ લેશો કે તમારા અકાઉન્ટ માં જમા કરવા છે ?અને પછી તમારા બેંક અકાઉન્ટ ની ડીટેલ પૂછે અને જો તમે કેશ લેવાનું કહો તો અમુક રકમ પહેલા ડીપોઝીટ કરવા નુંકહેશે.અમારી સાથે આજે આવું જ બન્યું .મારા પતિ એ ડીટેલ માંગી તો એસ બી આઈ (સ્ટેટબેંક ઓફ ઇન્ડિયા ) નું નામ આપ્યું અને મારા પતિ એ જયારે બેંક ના મેનેજર સાથે વાત કરવા નું કહ્યું તો ફોન કાપી નાખ્યો .મતલબ સાફ છે ને !જો હા કહો તો હાથ કપાય અને ના કહો તો ……

આવા લોકો થી સાવધ રહેવું જરૂરી છે કોઈ પણ પ્રકાર ની મીઠી વાતો કે લલચામણી ઓફરો થી છેતરાવું નહી કે કોઈ ને પણ આ પ્રકાર ની આપણી માહિતી આપવી નહી .તો બી એલર્ટ .

Leave a Reply