જ્યાં જ્યાં નજર મારી ઠરે

જ્યાં જ્યાં  નજર  મારી ઠરે  યાદી  ભરી  ત્યાં  આપની ,

આંસુ મહી  એ  આંખ થી  યાદી ઝરે  છે  આપની .

માશૂકો ના  ગાલ ની  લાલી મહી  લાલી  અને,

જ્યાં જ્યાં  ચમન  જ્યાં જ્યાં   ગુલો ત્યાં  ત્યાં  નિશાની  આપની.

જોઉં  અહી  ત્યાં  આવતી દરિયાવ  ની મીઠી લહેર ,

તેની ઉપર  ચાલી રહી  નાજુક સવારી આપની.

તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યા છે ઝૂમખાં ,

તે  યાદ આપે  આંખ ને  ગેબી કચેરી  આપની.

આ ખુન ને  ચરખે અને  રાતે  અમારી ગોદ માં ,

આ દમ બ દમ  બોલી રહી  ઝીણી  સિતારી આપની.

આકાશ થી  વર્ષાવતા  છો  ખંજરો  દુશ્મન બધા ,

યાદી બની ને  ઢાલ ખેંચાઈ  રહી છે  આપની.

દેખી બુરાઈ  ના ડરું હું  શી  ફિકર  છે  પાપ ની ,

ધોવા  બુરાઈ ને  બધે  ગંગા  વહે  છે  આપની.

થાકું  સિતમ થી હોય  જ્યાં  ના  કોઈ ક્યાએ આશ ના ,

તાજી બની  ત્યાં ત્યાં  ચડે  પેલી શરાબી  આપની.

જ્યાં  જ્યાં મિલાવે  હાથ યારોં ત્યાં  ત્યાં મિલાવી હાથ ને ,

અહેસાન માં દીલ ઝૂકતું  રહેમત  ખડી  ત્યાં  આપની.

રોઉં  ન કાં  એ  રાહ માં એકલો ,?

આશકો  ના રાહ ની જે રાહદારી આપની .

ભૂલી જવાતી છોને  બધી  લાખો  કિતાબો  સામટી,

જોયુ  ન  જોયું  છો બને  જો એક  યાદી આપની.

કિસ્મત  કરાવે  ભૂલ તે  કરી નાખું બધી ,

છે  આખરે  તો  એકલી ને  એજ  યાદી આપની.

– કલાપી


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

%d bloggers like this: