ટોળેટોળા

ટોળેટોળા
એક અને હો એક બરાબર ટોળેટોળા,
અવઢવ રગ રગ છેક બરાબર ટોળેટોળા .
પોથી પર ચીતરવા માણસ નામે ઘેટાં ,
પંડિતજી લે ટેક બરાબર ટોળેટોળા
ઘેન ભરેલી આંખોમાં બસ પડછાયા ને ,
સપનાં ઠેકાઠેક બરાબર ટોળેટોળા,
ટોળાની ઘટનાઓની લાંબી હારો પણ,
માપો ત્યાં વેતેક બરાબર ટોળેટોળા,
રસ્તો, સરઘસ ઝંડો, સૂત્રો મારામારી,
આવું એકાએક બરાબર ટોળેટોળા .

Posted

in

by

Tags:

Comments

Leave a Reply

%d bloggers like this: