ડ્રાયફ્રુટ ચીક્કી

ડ્રાય ફ્રુટ ચીક્કી – સામગ્રી :- ૧ કપ મિક્સ ડ્રાય ફ્રુટ ( કાજુ બદામ અખરોટ ) નો ભૂકો ,પોણો કપ ખાંડ ,

રીત :- એક નોનસ્ટીક કડાઈ માં અથવા જાડાતળિયા વાળા વાસણ માં ખાંડ નાંખી ગેસ પર મુકો . તાપ ધીમો રાખવો . તવેથા થી હલાવતા રહો .ખાંડ ઓગળી જાય અને થોડો સોનેરી કલર થાય એટલે તેમાં ડ્રાય ફ્રુટ નો ભૂકો નાંખી હલાવી ગેસ બંધ કરવો . એક ઘી લગાડેલી થાળી માં આ મિશ્રણ પાથરી દેવું . ગરમ હોય ત્યારે જ ચાકુ થી  કાપાપાડી દેવા .

ઠરે પછી ટુકડા કરી એર ટાઈટ ડબ્બા માં ભરી લેવા . આ જ રીતે સીંગ ,દાળિયા , કોપરા ની ચીક્કી પણ બનાવી શકાય .

Leave a Reply