તારા અંત : કરણની સમૃદ્ધિ

દુનિયા આખી જંપી ગઈ હોય
ત્યારે વહેલી સવારે
મારી દીકરી તારી આંખ ઊઘડશે
સૂર્યના રથના ઘૂઘરા પૂર્વમાંથી સંભળાય
અને પંખીઓં પોતાના માળા છોડી
ગુંજન કરતા ઉડી નીકળે
એ પહેલાં
મારી દીકરી,
તું જાગી જજે,
નવા શરૂ થતા દિવસમાં સુખની
રંગોળી પૂરવા માટે
તું તારા વિશ્રામને જતો કરજે .
સવારે અને સાંજે કુદરતની સામે
સહેજ ઢળતા મસ્તકે,
શાંત ચિત્તે
તું તારા વિશુદ્ધ આંતરજીવનને
સમૃદ્ધ કરતી રહેજે .


Posted

in

by

Tags:

Comments

Leave a Reply