તારું ગીત તું ગાતી રહેજે
બેટા, સિહ ટોળામાં એટલે હોતા નથી,
એને ઘેટાં થઈ જવાનો ભય લાગે છે .
ટોળા પાસે હોય છે અસંખ્ય મસ્તિષ્ક,
પણ બુદ્ધિ હોતી નથી .
ટોળા પાસે હોય છે અનેક બાહુઓં
પણ તે સર્જનશૂન્ય હોય છે .
ટોળા પાસે હોય છે દિશા વિનાનું વહાણ
અને લક્ષ્ય વિનાનાં તીર,
સામર્થ્ય વિનાની શક્તિ
અને પાત્રતા વિનાના શસ્ત્ર .
મારી વહાલી દિકરી, તું પણ નાગરિક છે,
આવા કોઈ ટોળાનો ભાગ બનતા
તું તારી જાતને રોકજે .
ભલે તારા સ્વરને કોઈ સાથ ન આપે
તારું ગીત તું એકલી એકલીગાતી રહેજે .
વહેલા કે મોડા,
તારું ગીત સાંભળવા માટે
સમય થંભી જશે,
તારો સ્વર અને તારો શબ્દ
સહુના સુધી પહોચશે .
તારું ગીત તું ગાતી રહેજે
by
Tags:
Comments
One response to “તારું ગીત તું ગાતી રહેજે”
-
ઘણી વાર, લોકો ઝંડો કે વાવટાને સલામ કરીને ખૂબ દેશભક્તિ બતાવે છે. પરંતુ, ઝંડામાં ફક્ત રાષ્ટ્રની નિશાનીઓ જ હોતી નથી. અમુક વાર એમાં તારાઓ કે પૃથ્વી પરની કોઈ વસ્તુઓ પણ દોરેલી હોય છે. યહોવાહે તેમના લોકોને આજ્ઞા આપતા કહ્યું હતું કે તેઓએ કોઈ જાતની વસ્તુ સામે નમવું ન જોઈએ: “તું તારે સારૂ કોઈ કોરેલી મૂર્તિ ન કર. ઉપર આકાશમાંની કે નીચે ભૂમિમાંની કે ભૂમિની તળેનાં પાણીમાંની કોઈ પણ ચીજની પ્રતિમા ન કર; તું તેઓની આગળ ન નમ, ને તેઓની સેવા ન કર; કેમકે હું તારો દેવ યહોવાહ આસ્થાવાન દેવ છું.”—નિર્ગમન ૨૦:૪, ૫.
Leave a Reply