તારું વર્તન એ જ મારી ઓળખ

તારું વર્તન એ જ મારી ઓંળખ
ઈજીપ્તના પિરામિડો, ચીનની દીવાલ
કે સંગેમરમરના સ્નેહગીતો
સંસારની અજાયબી છે,
પણ મારી દીકરી તારી આંખમાં હું મારું જે
પ્રતિબિબ ચમકતું જોઉં છું ;
તેનાથી મોટી કોઈ અજાયબી મારે માટે નથી .
પિતાના નામે એની પુત્રી તરીકે પોતાને
ઓંળખાવવાના સ્વાભિમાનથી
મુક્ત નથી જગતની કોઈ પણ દીકરી !
પણ પિતાની ઓંળખ એટલે
તું જે જીદગી જીવે તે જ .
તારું વર્તન જ મારી વાતો કરતુ હોય,
મારી ઓંળખાણ આપતું હોય;
એના જેવી બીજી કોઈ મજા નથી .
મારી વહાલી દીકરી,
તારો જન્મ એ કુદરતે મારા ધર્મ
અને સંસ્કારની કરેલી કસોટી છે,
મારે પાસ થવું કે નાપાસ એ હવે
તારા દ્વારા જ નક્કી થશે,
જગતની કોઈ દીકરી ઈચ્છતી નથી કે
એના પિતા નાપાસ થાય.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

%d bloggers like this: