તું અડ્યા ની શકયતા સ્પર્શી ગઈ

તું અડ્યાની શક્યતા સ્પર્શી ગઈ .
એ જ કેડી એ જ વાતો આપણી
એ જ હુંફાળી જગા સ્પર્શી ગઈ
આગળીને એકલી છોડી ગઈ
એક વીટીની કથા સ્પર્શી ગઈ
હું મને ખુદને હવે ભૂલી જઉં
મેં કરેલી આ દુઆ સ્પર્શી ગઈ
એટલે તો અવતરે છે આ ગઝલ,
એટલે તારી વ્યથા સ્પર્શી ગઈ .

Leave a Reply