તો જ પ્રેમ કરો

કોઈ વાચક મિત્રે આ બ્લોગ ના ગેસ્ટ બોકસ માં નીચેની સુંદર ગઝલ ની  કૃતિ મોકલાવી છે ,એમણે પોતાનું નામ નથી જણાવ્યું પણ એમની મોકલાવેલી આ ગઝલ માટે તેમનો ખુબ ખુબ આભાર .આપ સર્વે ને પણ ગમશે એવી આશા સાથે આ ગઝલ આપ સૌ સાથે શેર કરું છું .

દર્દ ઝીલવાની હોય તાકાત તો પ્રેમ કરો .. !!

નવા મોતે મરવાની આદત હોય તો પ્રેમ કરો .. !!

મહેફીલો પણ વેરાન વગડા જેવી લાગશે .. !!

વિરહ જોડે તમારે સંગત હોય તો પ્રેમ કરો .. !!

મૃગજળને પામવા જતાં અંતે મરણ થશે .. !!

આંખોને આંસુ સાથે ચાહત હોય તો પ્રેમ કરો .. !!

હૃદય પર ખંજર ભોંકાશે યાદોની હરપળ .. !!

રડવા માટે જગા એકાંત હોય તો પ્રેમ કરો .. !!

હવે તમને સમજાઈ ગઈ હશે પ્રેમની પરિભાષા .. !!

દુઃખોથી બચવા કોઈ રીત હોય તો પ્રેમ કરો ..


Cry

Leave a Reply