થઇ શકે તો તું પણ થોડો વિચાર કર,

થઇ શકે તો તું પણ થોડો વિચાર કર,

આજનો તો ના કર્યો, પણ કાલનો તો કર.

એ પણ કહું છું કે કોનો વિચાર કર.

થોડોક તારો ખુદનો, થોડો બીજાનો કર.

જોઇને તેલને કશું નક્કી થતું નથી,

એમ કર કે તું હવે, એની જ ધાર કર.

હોય ખાડી કે પછી સાગર તું પાર કર,

ક્યારનો કહું છું, કે ઓછો તું ભાર કર.

ઉતાવળે તો મજા શેમાં ય પણ નથી,

જીવ તું જીવવામાં, થોડીક વાર કર.

ડૉ .મુકેશ જોષી

Leave a Reply