દીકરી ના હૃદય નું ગીત

મારી વહાલી દિકરી,
વેલેન્ટાઈન  ડે  જેવા દિવસે
લાકડી લઈને નીકળી પડતા સમાજ ના ઠેકેદારો જેવા
તું મને ન ગણતી,
હું તો તારા હ્નદયનું ગીત સાંભળવા આતુર છું .
હું જાણું છું કે તું પણ સંવેદનશીલ મનુષ્ય છે
અને એ ઘણી જ મોટી વાત છે .
તારા  સંવેદનો વેડફાઈ ન જાય એની ચિતામાં
હું કયારેય કઠોર પથ્થર નહી બનું,
એની તું ખાતરી રાખજે
કારણ કે તું તારી યુવાનીમાં જે ગીત ગાઈશ
તે પવિત્ર, નિર્મળ અને પ્રસન્ન હશે .

Leave a comment

%d bloggers like this: