દીકરી

ક્યાંક વધામણા થઇ અવતરે દીકરી
ક્યાંક દુધપાશ માં કેવી થરથરે દીકરી

વ્હાલ નુ સદા અમી વર્ષાવે દીકરી
ક્યાંક રિવાજો ની વેદીએ બળે દીકરી

ક્ન્યાદાન ના પુન કહેવાય દીકરી
ક્યાંક જાત ના સોદા માં સબડે દીકરી

વિરાંગના સ્વરૂપે પુજાય દીકરી
ક્યાંક દ્રષ્ટિમાં નીચી નજરે દીકરી

મુક્તિ કેરા આભને આંબે કોક દીકરી
ક્યાંક બંધનોના પાંજરે તરફડે દીકરી

સુકેશ પરીખ

Leave a Reply