મારો કાનો દીકરો ને ક્ષમા વહુ ,
દીવો લઇ શોધું તો ય ના મળે એવા બેઉ .
મુખડા એમના જાણે ગુલાબ ,
ઠાઠમાઠ એમના જાણે મોટા નવાબ ,
દીકરો વહુ મારા છે લાજવાબ .
નીરખી અમારા હૈયા હરખાય ,
અમારા લાડકા વહુ દીકરા ઉપર ,
પ્રભુ કૃપા ની અમી વર્ષા થાય .
સદાય અખંડ રહો જોડી તમારી
એ જ છે અભ્યર્થના અમારી .
અમારા લાડકા દીકરા વહુ ને,
એમના લગ્ન ની પ્રથમ વર્ષ ગાંઠે ,
આ કવિતા છે ભેટ અમારી .
——–માયા રાયચુરા .
Leave a Reply