તમે મારા દેવ ના દીધેલ છો , તમે મારા લાડીલા લાલ છો ,
આવ્યા ત્યારે અમર થઇ ને રહો . તમે મારા
મહાદેવ જાઉં ઉતાવળીએ , જઈ ચડાવું ફૂલ , (૨ )
મહાદેવજી પ્રસન્ન થયા ત્યારે ,( ૨ )
આવ્યા તમે અણમોલ , તમે મારું નગદ નાણું છો ,
તમે મારું ફૂલ વસાણું છો ….આવ્યા ત્યારે
મહાદેવ જાઉં ઉતાવળીએ, જઈ ચડાવું હાર , (૨ )
પાર્વતી પ્રસન્ન થયા ત્યારે , (૨ )
આવ્યા હૈયા ના હાર , તમે નગદ ….ફૂલ ….આવ્યા ત્યારે ,
હનુમાન જાઉં ઉતાવળીએ , જઈ ચડાવું તેલ ,(૨ ),
હનુમાનજી પ્રસન્ન થયા ત્યારે (૨)
ઘોડિયા બાંધ્યા ઘેર , તમે મારા દેવ ના દીધેલ છો