એક છોકરી,
નામ તેનું નીતા
ભણવામાં ભારે હોશિયાર .
ભણતાં ભણતાં એસ . એસ . સી માં આવી .
સમગ્ર, ગુજરાતમાં – બોર્ડમાં પ્રથમ દશમાં આવવાનો પાક્કો વિશ્વાસ .
બધાં પેપરો સારા ગયા ; પરંતુ ઈંગ્લીશનું પેપર થોડું અઘરું લાગ્યું . છતાં ૩૫ -૪૦ ગુણ તો આવી જ જશે , તેવો વિશ્વાસ .
પરિણામનો દિવસ આવ્યો .
તેના ઘરે માતાપિતા – સગાવહાલા એ પાર્ટીની તૈયારી કરી …..
પરિણામ લેવા નીતા સ્કૂલ ગઈ …..
પ્રિન્સીપાલે આશ્ચર્ય સાથે , દુ:ખી ચહેરો કરી પરિણામ આપતા કહ્યું : ` બહુ દુ:ખ સાથે કહેવું પડે છે કે , આ નીતા નાપાસ છે !’
નીતાને ચક્કર આવી ગયા . અંગ્રેજીમાં માત્ર ૧૪ ગુણ ?
આઘાત સહન ન થયો . કાંકરિયામાં આત્મહત્યા કરવા ગઈ …. અને કૂદકો મારવા જાય છે ને દાદા- દાદી ના વાક્યો એના કાનમાં પડઘાયા : આત્મહત્યા પાપ છે . નિષ્ફળતાથી નાસીપાસ ન થવાય . નિષ્ફળતા ને સફળતામાં પલટાવી નાખો …..’
– અને એણે આત્મહત્યા ન કરી .
ઘરે ગઈ બધાએ આશ્વસન આપ્યું એ જ દિવસે તેણે પાક્કો – અડગ નિશ્વય કર્યો : ` હું ખૂબ ભણીશ . બધાને બતાવી આપીશ કે હું કઈક છું ! ‘
અને એવું થયું જ ! તે ખૂબ ભણી . બી . એ . , એમ . એ ., પીએચડી થઈ . પી . એચ . ડી . થઈ . પ્રોફેસર બની …. અને ડો . નીતાબહેન શાહ ‘તરીકે જીલ્લાભરમાં સૌના જાણીતા માનીતા બની ગયા .
khub sundar sarjan