ન આવ્યું આંખમાં આંસુ, -કૈલાસ પંડિત

ન આવ્યું આંખમાં આંસુ, વ્યથાએ લાજ રાખી છે ,
દવાની ગઇ અસર ત્યારે, દુવા એ લાજ રાખી છે .

તરસનું માન સચવાયું ફક્ત, તારા વચન ઉપર ,
સમયસર આભથી વિખરી, ઘટાએ લાજ રાખી છે .

ઘણું સારું થયું આવ્યા નહીં, મિત્રો મને મળવા,
અજાણે મારી હાલતની, ઘણા એ લાજ રાખી છે .

પડી ‘કૈલાસ’ના શબ પર, ઉડીને ધૂળ ધરતીની ,
કફન ઓઢાડીને મારી, ખુદાએ લાજ રાખી છે .

 

Published by Maya Raichura

hello, Jai Shree Krishna. I'm maya raichura, a housewife. I was born in Ahmadabad and I studied at H.A college of commerce . Currently I live in Mumbai - Borivali.I like old hindi and gujarati songs, ghazals and movies. Since I was a teenager I liked reading and writing shayaris. My blog is a result of my hobby.

Leave a comment

%d bloggers like this: