પંખીડા ને આ પીંજરું

પંખીડા ને આ પીંજરું જૂનું જૂનું લાગે ,

બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરું માંગે ….પંખીડા

ઉમટ્યો અજંપો એને ,પંડ ના રે પ્રાણ નો  (૨ ) ,

અણધાર્યો કર્યો મનોરથ ,એણે દુર ના પ્રયાણ નો ,

અણદીઠો એ દેશ જાવા લગન એને લાગી રે…….બહુ એ

સોને મઢેલ બાજઠિયો ને સોને મઢેલ ઝૂલો ( ૨ ),

હીરે જડેલ વીંઝણો મોતી નો  મોંઘો અણમૂલો ,

પાગલ ના બનીએ ભેરુ ,કોઈ ના રંગ લાગે રે ….બહુએ

Published by Maya Raichura

Hello, Jai Shree Krishna. I'm Maya Raichura, a housewife staying in Mumbai. I was born in Amdavad and I studied at H.A college of commerce. I like old hindi and gujarati songs, ghazals and movies. Since I was a teenager I liked reading and writing shayaris. My blog is a result of my hobby.

Leave a comment

%d bloggers like this: