પછાડો નહી ઉંચકો

ગામા પહેલવાનનું નામ દેશ – વિદેશમાં જાણીતું છે . તેઓં વિશ્વવિજેતા પહેલવાન હતા .
એક વાર એમનું સન્માન વિશ્વવિદ્યાલયમાં થયું .
વિશ્વવિદ્યાલયના મોટા – ભવ્ય સમારંભમાં પંડિત મદનમોહન માલવિયાજીએ ગામા પહેલવાનની ખૂબ પ્રશંસા કરી . તેમણે શ્રોતાઓંને પોતાના સંબોધનમાં કહ્યું : ` આપ સૌ ગામા પહેલવાન જેવું જીવન બનાવો . ગામા પહેલવાનનું જીવન પ્રેરણાદાયી છે .’
ત્યાર પછી સંબોધન કરવાનો ગામા પહેલવાનનો વારો આવ્યો .
ગામા પહેલવાને પાતાના સંબોધનમાં કહ્યું : ` મિત્રો, હું આપ સૌને નમ્ર વિનતી કરું છું કે, આપ મારા જેવા બનશો નહિ . કોઈને પાડીને ઉપર આવવું એ સારી વાત નથી . હું ઇચ્છું છુ કે , આપ સૌ મદનમોહનજી  જેવા મહાન બનો , જે બીજાને આગળ લાવવા પ્રયત્ન કરે છે તે જ મહાન કહેવાય .

Posted

in

by

Tags:

Comments

Leave a Reply