પપ્પા ની આજીવન પ્રશંસક

મારી લાડકી દીકરી ,
       કેમ છે તું ? આનંદ માં ને ! આનંદ માં જ હોઈશ કા .કે તારો સ્વભાવ જ ખુશ રહેવાનો અને બીજા ને ખુશ રાખવા નો  છે એ હું જાણું છું .બસ સદાય આમ જ ખુશ રહેજે ને સૌ ને ખુશ રાખજે .તારા મારા ઉપર ના પ્રેમ ની મહેક આજેય  દુર થી ય અનુભવું છું .તારા જેવી સંસ્કારી દીકરી નો પિતા હોવા નો મને ગર્વ છે . તારી વાત સાચી છે બેટા કે  તારા પપ્પા જેવું આ જગતમાં કોઈ નથી, પણ એ વાત તું જયારે  કહેતી હો ત્યારે અતિરેક ન થાય તે જોજે,શક્ય છે કે તારે માટે હું જેટલો પ્રેમાળ અને માયાળુ છું એટલો પ્રેમાળ બીજા માટે થવાનું મારે બાકી હોય .તારામાં મને જેટલો વિશ્વાસ છે એટલો આ જગત પર ન હોય,તારી વાત હું જેટલી સાચી માનું,એટલી બીજાની વાત પર આશંકા રાખું,એમ પણ બને .મારી વહાલી દિકરી, તું મને ધારે છે તેવા પરિપૂર્ણ મનુષ્ય થવાનું મારે માટે કદાચ બાકી હોય .તને હોય એવો મારો સારો અનુભવ સહુને ન પણ હોય .કારણ કે તું મારી દિકરી છે,બીજું બધું તો બેટા, બીજું બધું છે છતા હું કોશિશ કરીશ, કે તું મને જેવો અને જેટલો મહાન માને છે,તેવો જ હું કાયમ બની રહું .
                                                                                                                            લિ .તારા વહાલા
                                                                                                                               પપ્પા ના
                                                                                                                             શુભાશિષ .

Leave a comment

%d bloggers like this: