પ્યાર

હું ક્યાં  ગાડી ,વાડી કે બંગલા ચાહું છું ,

બસ તમારા દિલ માં થોડી જગા ચાહુ છું .

હું ક્યાં તમારા ધન દોલત ચાહું છું ,

બસ તમારી એક મીઠી નજર ચાહું છું .

આપી શકું તમને સાથ હર કદમ પર ,

બસ એટલો વિશ્વાસ ચાહું છું .

જો મારો સાથ હોય ગમતીલો તમને ,

તો ફૂલ બની મહેકવા ચાહું છું .

હું ક્યાં કોઈ એકરાર ચાહું છું ,

બસ તમારો  પ્યાર ચાહું છું .

માયા રાયચુરા .


Posted

in

by

Tags:

Comments

%d bloggers like this: