પ્રીન્ટીંગ પ્રેસ

આજે તો કાગળ ઉપર છાપકામ કરવા માટે આધુનિક અને ઝડપી પ્રીન્ટીંગ મશીન હોય છે . જેને પ્રેસ પણ કહે છે . અ છાપકામની કળા ઘણી જૂની છે . વિશ્વનું પહેલું પુસ્તક ઈ . સ .૮૬૮ માં ચીનમાં છપાયું હતું . પરંતુ વ્યવસ્થિત રીતે પુસ્તક છાપવાનું કામ ઈ . સ . ૧૪૫૦ માં જર્મનીના જ્હોન ગટન બર્ગે શોધી કાઢ્યું હતું . સીસાને ઓંગાળીને તેના અક્ષરો કોતરી કાઢવામાં  આવતા . પછી તે અક્ષરોને વાક્ય પ્રમાણે ક્રમસર ગોઠવીને બીબું બનતું . આ બીબા ઉપર શાહી કાગળ ઉપર ચોટી જતી અને અક્ષરો ઉપસી આવતા . આ રીતે એક એક કાગળ બનતો . કાગળ ઉપર બીબા દ્વારા છાપ પાડવા માટે મશીનો પણ શોધાયા જેના દ્વારા છાપકામ ઝડપથી થવા લાગ્યું .
આજે તો આ મશીનોની જગ્યાએ આધુનિક મશીનો આવી ગયા છે . ધાતુના બિબાની જગ્યાએ હવે કોમ્પ્યુટરમાં   જ અક્ષરો ગોઠવાય છે અને તેની છાપ ફોટો કમ્પોઝ દ્વારા પારદર્શક ફિલ્મ ઉપર લેવાય છે .  આ ફિલ્મને પોઝીટીવ કહે છે . આ ફિલ્મઉપરથી જસતની પ્લેટ ઉપર અક્ષરો કોતરાય છે . અક્ષરોની સાથે સાથે ફોટાઓ પણ કોતરાય છે . જસતની આ પ્લેટને ગોળાકાર સિલીન્ડર ઉપર વીટાળીને  મશીનમાં ફીટ કરાય છે .  પ્લેટના સિલીન્ડરને અડીને જ બીજું એક સિલીન્ડર હોય છે . જેના ઉપર શાહી લગાડેલી હોય છે . બંને સિલીન્ડર  એકબીજાને અડીને ફરે ત્યારે પ્લેટ ઉપરની છાપમાં શાહી લાગી જાય છે . અ શાહી ત્રીજા સિલીન્ડર ઉપર ચોટી જાય છે . જ્યાં કાગળ પસાર થાય છે . સિલીન્ડર ઉપર રહેલી પોઝીટીવની  છાપ કાગળ ઉપર ઉપસી આવે છે . આ મશીનને  ઓંફસેટ પ્રેસ કહે છે . આ બધા જ સિલીન્ડર ખૂબ જ ઝડપથી ફરતા હોય છે . કાગળ પણ ઝડપથી પસાર થતો થતો હોય છે . એટલે પ્રિન્ટીગ  પણ ઝડપથી થાય છે .
પ્રીન્ટીંગ પ્રેસના શોધક જોહાનીસ ગુટેનબર્ગનો  જન્મ જર્મનીના મેંઈન્ઝ  શહેરમાં ઈ . સ . ૧૪૦૦ માં થયો  હતો . ઘણાં અખતરાઓ કર્યા પછી ઈ . સ . ૧૪૫૦  માં તેણે જર્મન ભાષામાં બાઈબલનું પુસ્તક છાપ્યું . વિશ્વનું આ પ્રથમ છપાયેલું પુસ્તક હતું . ત્યારબાદ ગુટેનબર્ગે પાતાના મશીનમાં અનેક ફેરફારો કર્યા .


Posted

in

by

Tags:

Comments

Leave a Reply