ફરી ન છુટવા નું બળ જમા કરે કોઈ

ફરી ન છૂટવાનું બળ જમા કરે કોઈ,
પ્રસંગ નહીં તો મિલનના જતા કરે કોઈ…

મને ઘણાંય તમારો સંબંધ પૂછે છે,
તમારી પણ કદી એવી દશા કરે કોઈ…

ક્યાં એની પાસ જવાની થતી નથી ઇચ્છા,
મને ફરીથી જવાની મના કરે કોઈ…

ફના ગુનાહ કર્યા તો કર્યા છે મેં તારા,
મને આ માન્ય નથી કે સજા કરે કોઈ…

– જવાહર બક્ષી

Leave a Reply