બાળ દિન

૧૪ મી નવેમ્બર આવી ! યાદ છે ને ! શ્રી પંડિત જવાહરલાલ નહેરુ નો જન્મ દિન આપણે બાળદિન તરીકે ઉજવીએ છીએ કા. કે એમને બાળકો બહુ વહાલા હતા . બાળકો પણ  લાડ માં એમને નહેરુ ચાચા કહેતા . વરસો થી બાળ દિન ઉજવીએ છીએ એક દિવસ માટે. એ દિવસે બાળકો ઉપર ખુબ વહાલ ની વર્ષા થાય , કપડા , મીઠાઈ , રમકડા પુસ્તકો ,ઇનામો બધું વહેચાય .પણ પછી શું ? બીજા દિવસ થી બાળકો ની એજ યાતના , પીડા , મજુરી પાછુ શરુ . આઝાદી ના આટલા વર્ષો  પછી પણ બાળકો આઝાદ નથી . એમને ભણવું હોય તો ય ભણી શકતા નથી , ખેલવા કુદવા ના દિવસો માં મજુરી કરવી પડે છે . એમના કોમળ હાથો માં પેન  ને બદલે  મજુરી ના ઓજારો  પકડાવી દેવા માં આવે છે . ગરીબ કુટુંબ માં બાળક ની દશા એટલી ખરાબ હોય છે કે થોડા રૂપિયા માટે બાળક ને વેચી દેવા માં આવે છે , તાજા જન્મેલા બાળક ને  રસ્તે રઝળતા મૂકી દેવા માં આવે છે , એબાળકો અનાથ આશ્રમ માં મોટા થાય છે   અને પારાવાર દુઃખો નો સામનો કરે છે .અને આપણે એક દિવસ બાળદિન ઉજવી ને પોરસાઈએ છીએ .શું આ સાચી ઉજવણી છે ? ના , બાળકો તો કુમળા છોડ  જેવા હોય છે ,એને જેમ વાળો તેમ વળે . એમને પ્રેમ થી જે સમજાવો તે સમજે .બાળકો ને યોગ્ય પોષણ , શિક્ષણ મળે તે જોવા ની આપણી  ફરજ છે . આ તો ઉપવન ના ફૂલડાં છે , યોગ્ય માવજત થાય તો સુંદર રીતે ખીલી ઉઠે  નહી તો કરમાતા ય વાર નહી . ભણતર ના બોજ નીચે કે ગરીબી  કે મજુરી ના બોજ નીચે આ કુમળા બાળકો નું  બાળપણ હોમાઈ રહ્યું છે . આમાં વાંક કોનો ?બિચારા બાળકો નો તો નહી જ ને ? બાળકો ના મધુર હાસ્ય અને કિલકારીઓ ક્યાં ખોવાઈ ગયા છે ? એને બદલે મેનર્સ ના પાઠ શીખવાડવા માં આવે છે .સ્કુલ બેગ ના ભાર થી લદાયેલા બાળકો ને જોઈ ને દયા આવે છે . મોટો ના વાંકે બિચારા બાળકો ને સહન કરવું પડે છે .અત્યાચાર નો અતિરેક થતા બાળકો ઘર છોડી ને ભાગી જાય છે અને ખરાબ લોકો ની સંગત એમને ગુનેગાર બનાવે છે .આજે માતાપિતા  પોતાનાં નોકરી ધંધા માં એટલા વ્યસ્ત હોય છે કે એમને બાળકો માટે સમય હોતો નથી અને ધનવાનો  પોતાનાં બાળકો  ને પૈસા થી જ સઘળું સુખ આપવા માં માનતા હોય છે , એમને માટે બાળકો સાથે રમવું કે તેમનીપ્રવૃત્તિ ઓ  માં ભાગ લેવો એ વેવલાવેડા છે .એલોકો ભૂલી જાતા હોય છે કે બાળકો ને માટે સૌ થી અગત્ય એમનો પ્રેમ છે , માબાપ ની હુંફ છે .એબાળકો ને  મોટા થાય પછી માબાપ માટે સમય કે લાગણી હોતા નથી .

આજે મને એક પ્રસંગ યાદ આવે છે .મારા દીકરા ને એક દિવસ મોરલ સાયન્સ ના વિષય માં એક પ્રશ્ન પૂછેલો ,’આખા દિવસ માં મમ્મી ને તમે શું ઘર માં હેલ્પ કરી ?’ અને મારા દીકરા એ જે જવાબ આપેલો તે સાંભળી બધા ખુબહસ્યાઅને ટીચર પણ ખુશ થઇ ગયા ,એની પીઠ થાબડી અને એની ફીલીંગ ને આવકારી . મારા દીકરા નો જવાબ આ પ્રમાણે હતો  કે મારી મમ્મી મારા માટે નાસ્તો બનાવે ,એ હું ખાઈ લઉં , તૈયાર થઇ સ્કુલે આવું ,ધ્યાન થી ભણું , ઘરે જઈ જમી ,થોડીવાર રમી હોમવર્ક કરું , અને મમ્મી સાથે વાતો કરું  અને ભગવાન ને યાદ કરી સુઈ જાઉં ‘. આ બધી હેલ્પ કરું છું  . ટીચરે પૂછ્યું આને હેલ્પ કેવી રીતે કહેવાય ત્યારે એણે જે જવાબ આપ્યો એ ટીચરને સ્પર્શી ગયો  . એણે કહ્યું કે જો આ બધુ હું ના કરત તો મારી મમ્મી ની બધી મહેનત વેસ્ટ થાય અને એ દુખી થાય . એ મારી પાસે થી આજ ઇચ્છતી હતી અને એજ મે કર્યું એટલે એનાથી બેસ્ટ હેલ્પ બીજી કોઈ હોય ? હું ખુબ ખુશ થઇ કે આટલી નાની ઉમર માં પણ તેની ફીલીંગ કેટલી ઉત્તમ છે  મે એના પર ખુબ વહાલ વરસાવ્યું . આજે તે ૨૬ વરસ નો છે  પણ તેની ફીલીંગ આજેય એવીજ બરકરાર છે કે મને જે મળ્યું એનો સદ ઉપયોગ થાય હું જે ભણ્યો એનો લાભ બીજા ને પણ મળે એટલેજ એણે એક પોતાની વેબ સાઈટ શરુ કરી મેનેજમેન્ટ ના સ્ટુડન્ટમાટે જેનું નામ છે ‘ management paradise. com ‘.ખુબ ફેમસ છે અને એનો એક વિશાળ ચાહક વર્ગ છે .

કહેવાનું એટલું જ કે દરેક બાળક ની  પાયા ની જરુર્રીયાતો પુરી થવી જોઈએ .એ જોવાની આપણા સર્વ ની ફરજ છે .યોગ્ય તક મળતા દરેક બાળક એક સારો નાગરિક બની શકે છે . આજ નો બાળક  કાલ નો નાગરિક છે .દેશનું ભાવી એલોકો ના હાથ માં છે .

Leave a Reply