મારા વહાલા ભઈલાગૌરાંગ કાંતિલાલ ઠકકર ને જન્મ દિન ની શુભ કામનાઓ સાથે આ મારી કવિતા ભેટ .
ભઈલો મારો લાડકવાયો ,દેવ નો દીધેલ છે ,
દીર્ઘાયુ થાજે ને ખુશ રહેજે સદાય એવી આષિશ બેની ની છે .
કેટલાય વ્રત ને જપ તપ કીધા બેનીએ ,
ત્યારે દીઠું તવ મુખડું ,
સાકર મુખ માં મૂકી તારા કરાવું મુખડું મીઠું .
આજે તારો જન્મ દિવસ છે કેમ કરી હું ભૂલું ,
સુખ મારા ભેટ આપું તુજને ,વહાલા ભઈલુ .
યાદ આવે મને બાળપણ ની વાતો ,
તોફાન તારા ઝાઝા ને મને ખીજવે બહુ ,
મમ્મી ની સોડ માં છુપાઈ જતો જયારે હું મારવા જઉં,
તું રિસાતો ને હું મનાવતી ,ગળે વળગાડી ને ચૂમી લઇ ,
તું માની જતો ને હસી પડતો ચોકલેટ મારી લઇ .
આજે બધુ યાદ આવે ને આંખડી ભીંજાઈ જાય ,
દુર છે બેની તારી પણ ,તું છે એના હૈયા માંય .
તારા જન્મ દિન ની શુભ કામનાઓ માયા ના હૈયે થી વરસી જાય .
માયા રાયચુરા .
Comments
You must log in to post a comment.