ભૂલકણા માણસો

લિન ચીનની એક જાણીતી વ્યક્તિ હતી .
તેમના પગરખા ફાટી  ગયા હતાં .
એમણે પોતાના પગનું માપ નોકરને આપ્યું અને બજારમાં પગરખાં  લેવા મોકલ્યો .
નોકર બજારમાં ગયો ખરો પરંતુ માત્ર શાક લઈને જ પાછો આવ્યો .
તે જૂતા લાવી શક્યો નહિ, કારણ કે તે લીનના પગનું માપ ઘરે ભૂલી ગયો હતો .
 બીજે દિવસે લીનને એક મિત્રને મળવા જવાનું થયું . બજારમાં જ મિત્રનું ઘર હતું .
તે બજારમાંથી  જ  પસાર થઈ મિત્રને  મળ્યા પરંતુ નવા જૂતા લાવ્યા નહિ !
તેમની પત્નીએ પગરખા વિશે પૂછ્યું તો લીને કહ્યું : ` મારા પગનું માપ તો ઘરે જ રહી ગયું હતું !’
તેમનું સાંભળી પત્ની ખડખડાટ હસી પડી ! પત્નીએ હસતાં હસતાં  કહ્યું : ` પગનું માપ ઘરે રહી ગયું હતું પરંતુ તમારા પગ તો તમારી સાથે જ હતા ને !?’
હવે લીનને પોતાની ભૂલ સમજાઈ .

Posted

in

by

Tags:

Comments

%d bloggers like this: