સામગ્રી :- ૨ કપ ચોખા ,૧/૨ કપ બાજરી ,૧/૨ કપ જુવાર ,૧/૨ કપ મગ ની દાળ પીળી , ૧/૨ કપ મઠ.
ઉપર ની બધી સામગ્રી ભેગી કરી ઢોકળા ના લોટ જેવું કરકરું દળવું .
૨ કપ લોટ , ૧/૨ ચમચી અજમો ,મીઠું સ્વાદ મુજબ ,ઘી ૧ ચમચી , ૧/૪ ચમચી હિંગ ,૧ ચમચી વાટેલા આદુ મરચા, ૬ કપ ખાટી છાસ .
રીત :-એક કડાઈ માં લોટ ને કોરો શેકવો .નીચે ઉતારી છાસ અને બધો મસાલો નાખી હલાવવું .ગાંઠા ન પડવા જોઈએ .ધીમા તાપે ચડવા દેવું . સાધારણ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરો . ઘી નાખી ગરમ ગરમ ખાવા નું સારું લાગે છે .સાથે પાપડ હોય તો મજા આવી જાય .
બીજી રીત :-
લોટ ને શેકી ફક્ત અજમો ,મીઠું અને પાણી નાખી ચડવા દઈ સાધારણ ઘટ્ટ થાય એટલે આંચ ઉપરથી ઉતારી દૂધ સાથે ખાવા ની પણ મજા આવે છે ઘી પણ નાખી શકાય .(માપ ઉપરપ્રમાણે જ પાણી નું લેવું) .
પચવા માં હલકી અને પોષ્ટિક વાનગી છે .
You must log in to post a comment.