મંદિર મારા મન માં -સુરેશ દલાલ

મંદિર મારા મન માં ને મસ્જીદ મારા મન માં ,

દેવળ હોય કે દેરાસર મારી ક્ષણે ક્ષણ માં ,

આકાશ ને હોતો નથી કોઈ ને કોઈ નો ભેદ ,

ઈંટ માં કદી હોતો નથી કોઈ નો પ્રભુ કેદ

હરખ શોક ના હાંસિયા એ તો આપણા પાગલપન માં

મંદિર મારા મન માં ને મસ્જીદ મારા મન માં .

નદી કોઈ ને ના કહે નહી ફોરમ ને નહી પાળ

આપણે મારું તારું કરી ભોગવીએ જંજાળ

પ્રાર્થના ,બંદગી ,નમાજ એ તો રસ્તા ત્રિભુવન ના

મંદિર મારા મન માં ને મસ્જીદ મારા મન માં

———સુરેશ દલાલ

 

Published by Maya Raichura

Hello, Jai Shree Krishna. I'm Maya Raichura, a housewife staying in Mumbai. I was born in Amdavad and I studied at H.A college of commerce. I like old hindi and gujarati songs, ghazals and movies. Since I was a teenager I liked reading and writing shayaris. My blog is a result of my hobby.

Leave a comment

%d bloggers like this: