મગ ની દાળ નો શીરો

મગ ની દાળ નો શીરો –

સામગ્રી : – ૧ કપ મગ ની દાળ , ઘી અડધા થી પોણો કપ  , ખાંડ ૧ કપ , દૂધ ૨ થી ૩ કપ , એલચી પાવડર ચપટી , કાજુ , બદામ , પીસ્તા ની કતરણ ૨ ચમચી ,

રીત : – સૌ પ્રથમ મગ ની દાળ ને મિક્સી માં કોરી જ  કરકરી રવા જેવી વાટી લો . હવે એક કડાઈ માં ઘી લઈ ગરમ કરો ,તેમાં  વાટેલી મગ ની દાળ નાંખી ધીમા તાપે શેકો, લાલ રંગ થાય એટલે એમાં દૂધ નાંખી ધીમે તાપે ચડવા દો . હલાવતા રહો , લચકા જેવું થાય એટલે ખાંડ નાંખી હલાવો . ખાંડ નું પાણી બળી જાય અને ઘી છુટું પડે એટલે તેમાં એલચી પાવડર , સુકામેવા ની કતરણ નાંખો . ગરમ ગરમ શીરા ની સાથે ખીચીયા પાપડ ની મઝા માણો. એકલા દૂધ  ને બદલે દૂધ પાણી મિક્સ કરી પણ નાંખી શકાય અથવા એકલું પાણી પણ લઈ શકાય , પણ દુધ માં બનાવવાથી સ્વાદ ખુબ સારો આવે છે અને ખુબ જ પોષ્ટિક પણ છે . ખાંડ નું પ્રમાણ પોતાનાં સ્વાદ મુજબ ઓછુ કે વધારે કરી શકાય .

Published by Maya Raichura

hello, Jai Shree Krishna. I'm maya raichura, a housewife. I was born in Ahmadabad and I studied at H.A college of commerce . Currently I live in Mumbai - Borivali.I like old hindi and gujarati songs, ghazals and movies. Since I was a teenager I liked reading and writing shayaris. My blog is a result of my hobby.

Leave a comment

%d bloggers like this: