મજા છે !

કોઈના આંસુ લૂછવાની મજા છે,
બા ને ઓછું સંભળાય છે, પણ કેમછો પૂછવાની મજા છે.
ભલે પડખા ફેરવી ને સુતા હૌઇએ વ્યવસ્થિત ઝગડા પછી,

અડધી રાતે ઉઠીને ચાદર ઓઢાડવાની મજા છે.
હા ,વઢસે હજી ને ગુસ્સો પણ કરશે અને કંઈ બોલી પણ નહીં શકો,

પરંતુ કોઈને મનાવાની ઉંમરે પિતાથી રીસાવાની મજા છે.
બાકી ભલે ભડભાદર થઇ ફરતા હો અખા ગામમાં,

ક્યારેક ભાંગી પડો તો માંના ખોળામાં ડુસકા સાથે રડવાની મજા છે.
નહીં ગળે મળી શકો હવે કે નહીં એને વઢેલા શબ્દો પાછા લઇ શકો,

બસ ભીની આંખે બેનની રાખડીને ચૂમવાની મજા છે.
કાયમ કઈ ભેગો નથી રહેવાનો, એને પણ એની જવાબદારીઓ છે,

દોસ્ત જયારે પણ મળે, બે ગાળ દઈ દેવાની મજા છે.
હા દોસ્તોએ કાયમ મારા આંસુઓને ખભો ધર્યો છે,

આમ તો બધી અંગત વાતો છે પણ કહી દેવાની મજા છે.


Posted

in

by

Comments

Leave a Reply

%d bloggers like this: