માંગી નથી શકતો

છે એક જ દુઃખ કે હું સુખના દિવસ માગી નથી શકતો…

અલગ રાખી મને મુજ પર પ્રણયના સૂર ના છેડો,
વીણાનો તાર છૂટો હોય તો વાગી નથી શકતો…

બૂરાઓને અસર કરતી નથી સોબત ભલાઓની,
ફૂલોનો રંગ કાંટાને કદી લાગી નથી શકતો…

ગુમાવેલા જીવનનાં હાસ્ય તો પાછાં મળે ક્યાંથી?
જમાનાએ લૂંટેલા અશ્રુ પણ માગી નથી શકતો…

ગમે ત્યારે ગમે ત્યાં મેઘ વરસી જાય છે જગમાં,
રુદન ને કાજ કોઈ પણ નિયમ લાગી નથી શકતો…

જગતના ઘાવ સામે તું અડગ થઈને રહે ‘બેફામ’,
કે પર્વતને કોઇ પથ્થર કદી વાગી નથી શકતો…

– બરકત વિરાણી ‘બેફામ’


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

%d bloggers like this: