મારી વહાલી દીકરીને બિસ્કિટ, ચોકલેટ અને …………

શિયાળાની કાતિલ ઠંડીની રાત્રે
હું જયારે ઘરે આવું ત્યારે મારી દિકરી,
ઘોડીયામાંથી માથું ઊચું કરીને
તું એક શબ્દ બોલતી – પપ્પા …..
મારી થેલીમાં હંમેશા હોય તારે માટે
સુખ નામની ચોકલેટ કે
ક્રીમવાળા બિસ્કિટ કે કોઈક રમકડું ……
જેમ જેમ તું મોટી થતી ગઈ
તેમ તેમ ચોકલેટ અને રમકડાં
ઓંછા થવા લાગ્યાં …….
હવે તું ઝીણી નજરે જુએ છે
મારી સફળતાઓને,
મારા પુરુષાર્થને અને મારા આનદને .
મારા વર્તમાનને અને મારા ભવિષ્યને .
મારી વહાલી દિકરી,
આ રીતે સ્નેહલ આંખે જ
તારે જોવાની છે જીંદગી ને …….
જીંદગી સ્વયં એક વાત્સલ્યધારા છે .

Leave a comment

%d bloggers like this: