મારી વહાલી દીકરી

મારી દિકરી, જે જગતમાં તું પ્રવેશી છે
તે તારા આવતાં પહેલાથી જ
અંધકાર અને ઉજાસમાં વહેચાઈ ગયું છે .
તું જે તરફ ઊભી રહીશ એ તને મળશે,
અંધકાર  પાસે છે નિરાશા, ઉદાસી અને અફસોસ .
ઉજાસ પાસે છે આશા, ખુશી અને ઉમંગ .
આપણે ઉજાસના  માર્ગે જ
આગળ આવ્યા છીએ પુત્રી,
અને ઉજાસનો માર્ગ જ છે આપણું ભવિષ્ય .
હું તારા કાનમાં સલાહ – ઉપદેશોનો ધોધ વહેતો
કરવાને બદલે ઝરણાનું મીઠું – મધુરું સંગીત
સંભળાવવાની ઇચ્છા રાખું છું,
ઘરના ઉબરાને અકારણ લક્ષ્મણરેખા બનાવવાને બદલે
ક્ષિતિજોના સૌન્દર્ય  તારી આંખો માં આંજવા ચાહું છું .
 મારી વહાલી દીકરી,
તું મારી લાડકી દીકરી છે .
તારી અણસમજના બાળપણને પેલે પાર
હું થોડાક સમજણના સાથિયા પૂરવા ચાહું છું .
સંસ્કારનો ભાર નથી લાગતો બેટા,
સંસ્કાર તો હળવાશ અને સ્વાભિમાન આપે છે,
એનાથી આપણી જિદગી રૂડી,
આપણી એ જ છે મૂડી .

Posted

in

by

Tags:

Comments

Leave a Reply