જીવતા માબાપ ને સ્નેહ થી સાંભળશો ,
ગુમાવ્યા પછી ગીતાજી સાંભળવા નો શું અર્થ ?
સાથે બેસી જમવા ની ઈચ્છા એમની પ્રેમ થી પુરી કરો ,
પછી ગામ આખા ને લાડવા જમાડવા નો શું અર્થ .?
વહાલ ની વર્ષા કરનારા ને વહાલ થી ભીજવી દેજો ,
ચીર વિદાય પછી આંસુ સારવા નો શું અર્થ ?
ઘર માં બેઠેલા માબાપ રૂપી ભગવાન ને ઓળખી લેજો ,
પછી અડસઠ તીર્થ ફરવા નો શું અર્થ ?
સમય કાઢી વૃદ્ધ વડલા પડખે બેસી લેજો ,
પછી બેસણા માં ફોટા સામે બેસવા – બેસાડવા નો શું અર્થ ?
લાડકોડ પૂરનારા માબાપ ને સદાય હૈયે રાખજો ,
પછી દીવાન ખંડ માં તસ્વીર રાખવા નો શું અર્થ ?
હયાતી માં જ હૈયું એમનું ઠારી સેવા નું સુખ આપજો ,
પછી ગંગાજળ માં અસ્થી પધરાવવા નો શું અર્થ ?
‘માવતર એ જ મંદિર’ એ સનાતન સમજી રાખજો ,
પછી’ રામ નામ સત્ય છે’ બોલવા નો શું અર્થ ?
Leave a Reply