મેઘરાજા ની પધરામણી

મેઘ રાજા મન મૂકી ને વરસી રહ્યા છે અને પ્રકૃત્તિ ને રસ તરબોળ કરી રહ્યા છે .સૃષ્ટિ નવ પલ્લવ થઇ રહી છે .ધરતી પુત્રો આનંદ થી ઝૂમી ઉઠ્યા છે .પશુ પક્ષીઓ સહુ ને મેહુલો ભીંજવી રહ્યો છે અને માનવી ને કાળજે પણ જાણે ટાઢક વળી છે કે અબ અચ્છેદિન આયેંગે .લાગે છે કે તાનારીરી ની જેમ કોઈ એ મલ્હાર રાગ આલાપી ને જલધર ને રીઝવી દીધા છે .તો ચાલો આજે માણીએ એ ગીત .

ગરજ ગરજ વરસો જલધર

દીપકથી દાઝેલાં તનને
શીતળ જળથી પરસો

ગરજ ગરજ વરસો જલધર

તરસ્યાની ના તરસ છીપાવે
એ વાદળ કોને મન ભાવે

આકાશી આ હેલ છલોછલ
સંઘરીને શું કરશો ?

ગરજ ગરજ વરસો જલધર

પરદુઃખમાં થઈને દુઃખીયારા
લઈએ ખોળામાં અંગારા

જલતાને ઠારો તો જુગજુગ
ઠાર્યાં એવાં ઠરશો

ગરજ ગરજ વરસો જલધર

ગગન ઘોર ઘન
શ્યામ શ્યામ તન
મેઘરાજ આવો

થર થર થર થર મેરુ કંપે
જલ થલ જલ વરસાવો
આવો….આવો

ગરજ ગરજ વરસો જલધર

કનક કામિની
દમક દામિની
નૂર નભમાં રેલાવો

ઝરમર મોતી વસુંધરાને પાલવડે ટંકાવો
આવો….આવો

ગરજ ગરજ વરસો જલધર

– કાંતિ અશોક


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

%d bloggers like this: